અક્ષય કુમારનું કહેવું છે કે જો ડિરેક્ટર સાજિદ ખાન #MeTooના આરોપમાંથી નિર્દોષ મુક્ત થાય તો ભવિષ્યમાં તે નિશ્ચિત રૂપે તેની સાથે કામ કરશે. અક્ષયે આ સ્ટેટમેન્ટ શુક્રવારે ફિલ્મ ‘હાઉસફુલ 4’ના ટ્રેલર લોન્ચ દરમ્યાન આપ્યું હતું. ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝીની પહેલી બે ફિલ્મો સાજિદે ડિરેક્ટ કરી હતી. ચોથી ફિલ્મ પર પણ તે કામ કરી રહ્યો હતો પરંતુ ગયા વર્ષે જ્યારે અહાના કુમાર સહીત ઘણી મહિલાઓએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો ત્યારબાદ તેને ફરહાદ સામજી સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યો……અક્ષયે શુક્રવારે ટ્રેલર લોન્ચ દરમ્યાન સાજિદ વિશે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘મને નથી ખબર કે આખરે એના કેસમાં શું થયું છે. પરંતુ જો બધું ઠીક રહ્યું અને તેને આરોપોમાંથી મુક્ત કરવામાં આવશે તો નિશ્ચિત રૂપે હું ભવિષ્યમાં તેની સાથે કામ કરીશ.’ અક્ષય કુમારે સાજિદના ડિરેક્શનમાં બનેલ ‘હાઉસફુલ’ની પહેલી બે ફિલ્મ સિવાય 2007માં આવેલ ‘હે બેબી’માં પણ કામ કર્યું હતું. ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી……..ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે ‘હાઉસફુલ 4’માં સાજિદને બદલે ફરહાદને લેવામાં આવ્યો ત્યારે ફિલ્મનું 60% શૂટિંગ પૂરું થઇ ગયું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -