પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ડે. સ્પીકર તરીકે જીત્યા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લોકલાડીલા અને પ્રજા ના કામ માટે સદા ઉત્સાહી રહેનાર ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તેઓએ ડે. સ્પીકર તરીકે ની ઉમેદવારી નોંધાવી હતી.
જેમાં ભાજપ ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર ને ઉભો કર્યો હતો. આજ રોજ તેની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં શહેરા ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ જીત્યા હતા. જયારે શહેરા તાલુકાના ધારાસભ્ય ને હવે એક નવો હોદ્દો પણ મળ્યો છે. જ્યારે નવા હોદ્દો મળતા શહેરા તાલુકાના ભાજપ કાર્યકરો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અને ફટાકડા ફોડી ઢોલ વગાડી નાચતા કુળતા શહેરા ભાજપ કાર્યાલય થી ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના ઓફીસ સુધી રેલી કાઢી પોહચ્યાં હતા.
