પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં સિંધી સમાજ દ્વારા ચાલીસ દિવસ સુધી ઉજવાતો ચાલિયા સાહેબના મહોત્સવનુ સમાપન થયુ છે. સિંધી સમાજના ઇષ્ટદેવ જૂલેલાલ ભગવાનને સર્મપિત એવા આ ઉત્સવ ચાલીસ દિવસ ચાલતો હોવાથી તેને ચાલિયા મહોત્સવ કહેવામા આવે છે. ભાઇઓ -બહેનો તેની ઉજવણી ભારે ધાર્મિક શ્રધ્ધા સાથે ભક્તિભાવ પુર્વક કરે છે. હાલમા ચાલિયા મહોત્સવ સમાપન થઈ ગયા બાદ સાઈ ક્રિષ્ના ઓર્કેસ્ટાર દ્વારા ચાલિયા રાખનારનો સન્માન શાંતિ પ્રકાશ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાઈ મનીષલાલને સાઈ ક્રિષ્ના ઓર્કેસ્ટાર દ્વારા સમાજના ભાઈઓ બહેનો તેમજ અગ્રણીઓની ઉપસ્થીતીમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. સાઈ મનીષલાલ આ પ્રસંગે હાજર રહી અને સિંધી સમાજના નાગરિકોને આશીર્વાદ આપ્યા હતા. અને તેમણે ચાલિયા રાખનારને પ્રસાદી તેમના હસ્તે વિતરણ કરી હતી. ઇન્ટરનેશનલ ગુજરાતી સુપરસ્ટાર ઉમેશ બારોટ અને મહેશ ગઢવીને સાઈ ક્રિષ્ના ઓરકેસ્ટ્રાની ધુને ગુજરાતી ગરબા ગીતો રજુ કરતા ભાઈઓ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ગોધરા સિંધી સમાજના પ્રમુખ કિશોરીમલ ભાયાણી, કમલેશ શર્મા, મનુભાઈ ભગત, સુરેશભાઈ દેરાઈ, મુરલીભાઈ મુલચંદાણી, પ્રદીપભાઈ ધનાણી, જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
