કોરોના મહામારીને કારણે બે વર્ષ જેટલા સમયથી ધાર્મિક કાર્યક્રમો અને લોકોના મેલવડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના કેસોમાં ઘટાડો થતા સરકાર દ્વારા જાહેર અને ધાર્મિક કાર્યક્રમો ગાઈડ લાઈન સાથે કરવાની છુટ આપવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. ભાદરવા મહિનાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જેથી ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી કરવા માટે ગુજરાતના લોકો તડામાર તૈયારીઓ કરવા લાગી રહ્યા છે.
ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં દરેક શહેરમાં પણ ભાદરવા સુદ ૪થી ગણેશ મહોત્સવની જોરદાર તૈયારીઓ કરી રહી છે. અને રાસ ગરબાની રમઝટ મચાવા જોરદાર ડીજે ઢોલની તૈયારી કરવામાં આવે છે. ગણેશજીની અવનવી ડિઝાઇનમાં મૂર્તિઓ રંગ રોગાન શુસોભીત કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરોમાં હાઈવે ઉપરની ફુટપાત ઉપર કુશળ કારીગરો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિઓ આબે હું રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. ભાદરવા સુદ ચોથને દિવસે બનાસકાંઠા. જિલ્લાના ડીસા શહેરમાં શાનદાર રીતે ગણેશ મહોત્સવની કોરોનાની મહામારીના કારણે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે અને રાસ ગરબાની રમઝટ બોલાવી ઉજવણી કરવામાં આવશે.