પાટણ જિલ્લામાં હજુ ઘણા લોકોમાં રસી લેવા અંગે અજ્ઞાનતા છે . જેના કારણે રસી લીધી નથી ત્યારે રસીકરણ વધે તે માટે તંત્રને શિક્ષકોને જોડવા પડ્યા છે . આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકો લાંબા સમયથી એક જ ગામમાં નોકરી કરતા હોય છે . જેના કારણે તેઓ વધારે લોકોના નજીકથી સંપર્કમાં હોય છે સાથે બાળકો શાળામાં અભ્યાસ કરતા હોવાથી તેમના વાલીઓ પણ શિક્ષકોથી પરિચિત હોય છે
ત્યારે કેટલીક ખોટી માન્યતાઓના કારણે કોઈ વ્યક્તિ રસીથી વંચિત ન રહી જાય તે માટે ધોરણ એકથી પાંચના શિક્ષકોને રસીકરણ અભિયાન મદદરૂપ થવા માટે સુચના આપવામાં આવી છે.દરેક શિક્ષક રસી લીધી ન હોય તેવા 10 લોકોને સમજાવી વેક્સિન કેન્દ્ર સુધી લઈ જઈને રસી અપાશે . જોકે શાળામાં શિક્ષણકાર્ય શરૂ થતા ધોરણ 6 થી 8 ના શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવશે.તો જિલ્લા શિક્ષણાધિકારી જયરામભાઈ જોશીએ જણાવ્યું હતું કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને પણ રસીકરણ અભિયાનમાં સહકાર આપવા માટે સુચના આપવામાં આવી છે .
