હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો પવિત્ર શ્રાવણ માસ પર એક અનોખો સ્થાન ધરાવે છે શ્રાવણ માસ એક મહિના સુધી હિન્દુ ધર્મના લોકો ભગવાનની ભક્તિમાં લીન થઇ જતા હોય છે ત્યારે દર વર્ષે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે દૂર દૂરથી મોટી સંખ્યામાં રામાપીર ના ભક્તો પગપાળા પોતાની બાધા-આખડી પૂરી કરવા માટે જતા હોય છે ત્યારે ડીસાના શ્રીરામ સર્વ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 29 વર્ષ થી રાજસ્થાનના પોખરણ ગામે પગપાળા જતા લોકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પમાં દર વર્ષે ડીસા તાલુકા માંથી સેવા કેમ્પ માટે મોટી સંખ્યામાં ભક્તો દાનની સરવાણી કરે છે. આ સેવા કેમ્પ માં દર વર્ષે ડીસા ભીલડી અને લાખણીના રેશનિંગના દુકાનદારો દ્વારા પણ ફાળો આપવામાં આવે છે ત્યારે આજે ડીસા થી આ કેમ્પને વાજતે ગાજતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામાપીર ના ભક્તો હાજર રહી સેવા કેમ્પ ને પ્રસ્થાન કરાવ્યું હતું.