પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ સ્થિત જાણીતી સનફાર્મા કંપની દ્વારા હાલોલ તાલુકાના અભેટવા ગામ ખાતે “મોડલ વાડી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”નો શુભારંભ કરાયો હતો જેમાં પ્રારભિક તબક્કા માં ૨૦ જેટલા ખેડૂતોને ખેતી વિષયક તાલીમ આપવામાં આવી હતી તેમજ આબા ચીકુ લીંબુ અને સરગવા વગેરે જેવા વૃક્ષઓનું રોપ આપવામાં આવ્યા હતા અને
વૃક્ષોનું રોપણ અલગ અલગ ખેડૂતોના ખેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીપીસીબી વિભાગ માથી રિજનલ ઓફિસર સંજીવ વેજનાકપુરકર અને સનફાર્મા કંપનીના સ્ટાફ બ્રિજેશ ચૌધરી, ભદ્રેશ પટેલ ,હેતલ પાઠક,પ્રતિક પંડ્યા તેમજ વિમલ ભાઈ હાજર રહ્યા હતા જ્યારે આ પ્રસંગે ગ્રામજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા.
