પાટણમાં વિલાજ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી 2022 વિધાનસભામાં ચૂંટણીમાં રઘુવંશી લોહાણા સમાજની નોંધ લેવાય તેવા હેતુથી આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને લોહાણા સમાજના આગેવાન લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ લોકસભા અને વિધાનસભામાં લોહાણા સમાજની નોંધ લેવામાં આવતી હતી.તમામ ક્ષેત્રમાં લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવી હતી.
પરંતુ હવે ક્યાંકને ક્યાંક લોહાણા સમાજમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે લોહાણા સમાજને રાજકીય પ્રતિનિધિત્વ પણ મળી રહ્યું નથી ત્યારે આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં લોહાણા સમાજ એક થઈને પોતાની શક્તિનો પરચો બતાવવો પડે છે જેથી લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપે આ માટે લોહાણા સમાજ એક થવાની જરૂર છે તમામ જૂથ અને ગોળ ભૂલી સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ બેનર હેઠળ એકમત થવા લાલેશ ઠક્કરે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો જોડાયા હતા
