હાલોલ નગર ખાતે નગરપાલિકા ભવનની બાજુમાં નગરજનોની સુખાકારી માટે ગામ બગીચો આવેલો છે.આ બગીચાની દેખભાળ હાલોલ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.પાલિકા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી આ બગીચાની કોઈ સંભાળ રાખતું નથી. કે તેનો કોઈ વિકાસ કરવામાં આવેલ નથી. તંત્ર દ્વારા બગીચા પાછળ વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાં પણ બગીચાનો કોઈ સુધારો વધારો થતો હોય તેવું લાગી રહ્યું નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.પાલિકા દ્વારા બગીચાની અંદર સિમેન્ટ, રેતી, કોંક્રેટના નવા કામો કરી રહ્યા છે. પરંતુ બાળકોને રમવા માટે ના ઝુલા, લપસણી તૂટી ગયેલી અને જર્જરિત હાલત માં છે. છતાં પણ તેને રિપેર કરવામાં આવતા નથી. ગણત્રીના દિવસોમાં જ ગૌરીવ્રત અને તહેવારો શરૂ થનાર છે.
છતાં પણ બાળકોને રમવા માટે ની કોઈ સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં બગીચામાં કોઈ નવા ફુલ વૃક્ષો રોપવામાં આવ્યા નથી. અને જે છે તેને નિયમિત પાણી પીવડાવવામાં આવતું નથી. બગીચાનું ઘાસ ગમેતેમ ઊંઘી ગયુ છે. તો કટીંગ પણ કરવામાં આવતું નથી. બગીચાની અંદર લાઈટ કરવા માટે લોખંડના થાંભલા છેલ્લા ઘણા સમયથી બનાવી ને ઉભા કરવામાં આવ્યા છે પરંતુ તેના ઉપર આજે પણ લાઇટ લગાવવામાં આવી નથી. જેને કારણે આ લાઈટ ના થાંભલા શોભના ગાંઠિયાની જેમ ઉભા રહ્યા છે બગીચામાં નિયમિત સફાઇ પણ કરવામાં આવતી નથી જેને કારણે બગીચામાં ગંદકી જોવા મળી રહ્યા છે નગરજનો વહેલી સવારે મોર્નિંગ વોક માટે સિનિયર સીટીઝન લોકો આવે ત્યારે ઠેરઠેર કચરા ની ગંદકી જોતાની સાથે વહીવટીતંત્રને ફિટકાર વરસાવી રહી છે. ખરેખર પાલિકા દ્વારા બગીચા ને દેખરેખ માટે માળી તેમજ સિક્યુરિટી રાખવો પડતો હોય છે. જે આ બગીચા ખાતે કોઈ છે નહી. કદાચ પાલીકા ના ચોપડે બોલતા હોઈ શકે.
