જૂનાગઢ જીલ્લામાં અજગરની પ્રજાતિ ગામ તરફ પ્રયાણ કરતા અને ગામમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત પ્રજાજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કેશોદમાં શેરગઢ ગામના કૃષ્ણનગર પાસે મહાકાય અજગર દેખાતા વનવિભાગને ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી.અને વનવિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું.
પકડતાની સાથે જ અજગર આકુળ-વ્યાકુળ થઈ જમીન ઉપર આળોટવા માંડ્યો હતો વનવિભાગે મહામેહનતે અજગરને પકડી લઈ રેસ્ક્યુ કરેલ અજગરને સાસણ રવાના કરવામાં આવ્યો હતો. ત્યારે આ અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. કેશોદના શેરગઢ ગામના કૃષ્ણનગર પાસેથી ૬ ફૂટ લાંબા અજગરનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું ત્યારે ૬ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.