શહેરા તાલુકાના વિરોધપક્ષ ના નેતા જસવંતસિંહ બળવંત સિહ સોલંકી ને તડીપાર કેમ ના કરવા બદલ શહેરા પ્રાંત અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે જે.બી. સોલંકીના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો
મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના વિરોધપક્ષ ના નેતા જસવંતસિંહ બળવંતસિંહ સોલંકીને તડીપાર કેમ ન કરવા તે બાબતની નોટિસ પ્રાંત અધિકારી દ્વારા ફટકારવામાં આવી હતી. જેને લઈને જે.બી. સોલંકી ના સમર્થકો દ્વારા શહેરા તાલુકા સેવા સદન ખાતે વિરોધ દર્શાવ્યો હતો ભાજપના ધારા સભ્ય જેઠાભાઇ ભરવાડ ને હાય હાય બોલાવી હતી
અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પણ જે.બી સોલંકીને સમર્થન આપી તેમના ઉપર પણ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તરફથી આવા કાવતરા કરવામાં આવ્યા હતા. જોગી રાજ ગઢવીએ જે બી સોલંકીને તડીપાર કરવાની નોટિસને સ્પષ્ટ શબ્દોમાં વખોડી નાખી હતી. જ્યારે જે બી સોલંકી સમર્થકો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો .અને આ નોટિસ સુનાવણી માં વકીલ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેમાં અગાઉ 19 તારીખના રોજ તેની સુનાવણી રાખવામાં આવી છે.
