માળીયાહાટીના વણિક મહાજન વાડી ખાતે દાતાઓના આર્થિક સહયોગથી નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાંબહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતોપ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના વણિક મહાજન વાડી ખાતે દાતાઓના આર્થિક સહયોગથી નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવે છે જેના ભાગરૂપે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં દર્દી ઉપસ્થિત રહી કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો
આ કેમ્પમાં રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી. માળીયા હાટીનામાં અત્યાર સુધીમાં નેત્ર નિદાન કેમ્પમાં 18114 ઓપરેશન કરવામાં આવ્યા છે તમામ દર્દીઓને રહેવા જમવા ઓપરેશન કરી નેત્રમણી બેસાડી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી તેમજ દર મહિનાની 12 તારીખે રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ દ્વારા ખોરાસા મુકામે ભૂતનાથ મંદિર કેમ્પ પણ યોજાય છે તો લોકોએ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે