પાટણ શહેરના ટેલિફોન ઍકચેન્જ રોડ ઉપર આવેલ વિલાજ પાર્ટી પ્લોટ ખાતે માનવાધિકાર સહાયતા સંસ્થાન દ્વારા ફ્રી નિદાન મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના લોકોના વિવિધ ચેકઅપ કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો.જેમાં ચેકઅપની સાથે દવા પણ ફ્રી આપવામાં આવી હતી.આ પ્રસંગે આ પ્રસંગે માનવાધિકાર સહાયતા સંસ્થાનના ગુજરાત પ્રમુખ મહાવીર પરમારે ખાસ હાજરી આપી હતી
સાથે સાથે મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ પાટણની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા અને પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કરને માનવતાધિકાર સહાયતા સંસ્થાનના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણુક પણ આપવામાં આવી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ મહાવીર પરમારે લાલેશ ઠકકરને નિમણુંક પત્ર આપી અને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
