જૂનાગઢ ના ભેસાણ ના કરીયા ગામે આર્મી ની ટ્રેનીંગ પુરી કરી ને પરત વતન આવેલા ફોજી વિસાલ ડાંગરનું ગ્રામ જનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આજુ બાજુ ના ગામ ના લોકો પણ જોડાયા હતા આતકે મેંદપરા થી કરિયા ગામ સુધી ડી .જે .સાથે બાઇક રેલી કાઢી ને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રસ્તા મા આવતી પુરાણીક ધાર્મિક જગ્યા એવા રૂડાપીર ના દર્શન કર્યા અને ગામ મા આવી પોતાની કુળદેવી ના દર્શન કર્યા હતા બાદમાં પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હતા…
ગામની બાળા ઓ દ્વારા સામૈયા કરી ફૂલ હાર કરી તિલક વિધિ કરાય હતી જેમાં મીડિયા દ્વારા ફીજી વિસાલ ડાંગર ની મુલાકાત લીધા બાદ એવું પણ જણાવ્યું હતું કે મારા ગામ ના છોકરા ઓ ભણી ગણિ ને આર્મી જોઈન કરે તેવી પ્રભુ પાસે આશા રાખુ છું અને મેં આર્મી જોઈન કરી ને હું મારી જાત ને ધન્યતા અનુભવું છું અને ને દેશ ની સેવા કરવા નો મોકો મળ્યો છે તે હું ઈમાનદારી પૂર્વ નિભાવીસ અને મારા ભેસાણ તાલુકા નું અને મારા કરીયા ગામ નું નામ રોશન કરીશ તેવી ખાત્રી આપું છુ.