જિલ્લા ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તાલુકા અને શહેર કક્ષાએ કારોબારી બેઠક આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પાટણ શહેરના ખોડીયાર માતાના મંદિર પરિસર ખાતે પાટણ શહેર ભાજપની કારોબારી બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર મહામંત્રી કે.સી પટેલ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ રબારી,જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત જિલ્લા અને શહેર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આગામી ૨૦૧૨ની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચાર વિધાનસભા માં ભાજપનો ભગવો કેવી રીતે લેવાય તે દિશામાં કામગીરી કરવા પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું હતું
સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થશે. અને જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે તેવું વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સાથે સાથે તાજેતરમાં નિમણુક પામેલા પાટણ જિલ્લા મીડિયાસેલ ભાજપના કન્વીનરોનું પણ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
