મહેસાણા જિલ્લાના તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયાની સાથે મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદી ઝાપટા રૂપી હેત વરસાવ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ દસ્તક દેતા છવાયેલા વરસાદી માહોલના પગલે ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આજે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રીક વરસાદ વરસ્યો છે. ત્યારે વિસનગરમાં પણ ધોધમાર વરસાદવરસ્યોછે ત્યારે વિસનગરમાં આજરોજ 2 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું..
આ કાર્યકમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રહેવાના હતા હાજર પરંતુ કાર્યકમ પહેલા જ વરસાદ વરસ્યો હતો..તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ -ઇકબાલગઢ સહીત આબુરોડ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી લોકોને ગરમીથી આંશિક રાહત પહોંચી હતી.