હાલોલ શહેરમાં ગાયત્રી મંદિર ખાતે હાલોલ વિધાનસભા કોંગ્રેસ પરિવારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગામી સંગઠનલક્ષી કાર્યક્રમો કાર્યકર્તાઓના જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી દેશમાં વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-ગેસ ના ભાવ વધારા માટેના વિરોધ શહેર અને તાલુકા કક્ષાએ પ્રદર્શનના કાર્યક્રમો અંગેની ચર્ચા વિચારણા કરી હતી વધુમાં વધી રહેલી બેરોજગારોની સંખ્યા અને ખેડૂતોને થઇ રહેલા અન્યાય બાબતે પણ આગામી કાર્યક્રમોની રૂપરેખા આ બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ લોકસભાના ઉમેદવાર રણજિતસિંહ રાઠવા સાહેબ, પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયા સાહેબ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી,પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેંટ કો-ઓર્ડીનેટર & પંચમહાલ જીલ્લા મહામંત્રી સાજીદ વલી સાહેબ, હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઘોઘંબા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
