પાલનપુરમાંથી એક બાંગ્લાદેશી ઘૂસણખોર યુવતી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશમાં એજન્ટની મદદથી ભારતમાં ઘૂસ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ખોટા આધાર પૂરાવાઓ ઊભા કરી આ યુવતી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરતી હતી. જેને પાલનપુર SOG પોલીસે ઝડપી પાડી છે. પાલનપુરમાંથી ઘુસણખોરી કરીને આવેલી બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ છે. પાલનપુર SOGની ટીમને ખાનગી રહે માહિતી મળી હતી કે, પાસપોર્ટ અને વિઝા વગર એક બાંગ્લાદેશી યુવતી અમદાવાદથી પાલનપુર તરફ આવી રહી છે
દિયોદર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા જ SOGની ટીમે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક યુવતી જણાતાં તેની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશમાંથી એજન્ટ દ્વારા ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘૂસી હતી અને પશ્ચિમ બંગાળમાં ખોટા આધાર પુરાવા બનાવડાવી તે અલગ-અલગ રાજ્યમાં વસવાટ કરતી હતી. SOGની ટીમે યુવતીની અટકાયત કરી ફોરેનર્સ એક્ટ અને આધાર કાર્ડ એક્ટ મુજબ તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ યુવતી સાથે અન્ય કેટલા લોકો આ રીતે ઘૂસણખોરી કરીને આવ્યા છે તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.