શહેરા તાલુકાના BRC, CRC, SMC, SMDC, KGBV ના વર્ષ 2020 – 21 નું વાર્ષિક સૈદ્ધાંતિક ઓડિટ મોડેલ સ્કૂલ કાંકરી ખાતે રાષ્ટ્ર ગીત ગાઈને શરૂઆત કરવામાં આવ્યું. જેમાં તમામ આચાર્યશ્રીઓનું ગેટ પર જ તેમનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપી સેનિટાઈઝર કરીને ટોકન આપી ઓડીટ રૂમમાં વ્યવસ્થા જળવાઈ રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. બે અલગ અલગ રૂમમાં વેઈટિંગ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કલસ્ટરની શાળાઓનો સમય પણ ચોક્કસ નક્કી કરવામાં આવ્યો હતો.
ઓડીટ સ્થળે ઉપસ્થિત તમામે પોતે માસ્ક અને સોસિયલ ડિસ્ટન્ટ રાખવામાં સહકાર આપ્યો હતો.
આ ઓડિટમાં 22 CRC, 244 SMC, SMDC સરકારી મોડેલ સ્કૂલ કાંકરી હોસ્ટેલ, KGBV જૂની પાદરડીનો સમાવેશ થયો છે. આયોજન મુજબ તમામ SMC / SMDC / KGBV / CRC / BRC ના રોજમેળ, પેટી કેશ બૂક, વાઉચર ફાઈલ, ખાતાવહી, ચેક રજીસ્ટર, ચેકબૂક રજીસ્ટર, એજન્ડા બૂક, ઠરાવ બૂક, ડેડ સ્ટોક રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર, મજૂર પત્રક, બાંધકામ સ્ટોક પત્રક, મળેલ ગ્રાન્ટ રજીસ્ટર, બીલ રજીસ્ટર, ઈનવર્ડ તથા આઉટ વર્ડ રજીસ્ટર સંબંધિત તમામ બાબતોની વિગતે ચકાસણી મુકેશકુમાર જૈન એન્ડ કંપની અમદાવાદના શેખર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા CCTV ફુટેજ live કરવામાં આવી હતી.
