ડિસા તાલુકા ના જુના નેસડા ગામનાં રાઠોડ સોવનજી વણવિરજી ના પોતાના ખેતરમાં બાજરી ના ૩,૦૦૦ હજાર પુળા ધાસચારા માટે ઠુંગરા માં ખડકેલા હતાં તે દરમિયાન અચાનક આકસ્મિક આગ લાગતા ઘુમાડા ના ગોટે-ગોટા આકાશ માં જોવા મળ્યા હતા.. જેને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા
અને ૩ કલાક પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી જેમાં ૩,૦૦૦ પુળા બળી ને ખાખ થઈ ગયા હતા જેની કુલ કિંમત ₹ ૬૦,૦૦૦ નું નુકસાન વેઠવાનો ખેડૂતો ને વારો આવ્યો હતો. ખેડૂત પોતાના ખેતરમાં બાજરી વાવી ને પશુપાલન માટે ધાસચારા નો ૧૨ માસ સંગ્રહ કરતા હોય છે જે અચાનક બાજરી ના પુળા ઠુંગરા માં ખડકેલા પડ્યા હતા તે દરમિયાન અચાનક આકસ્મિક આગ લાગતા પુળા બળી ને ખાખ થઈ જતાં ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો….