થરાદના દાનવીર અને વિશ્વ હિંદુ પરિષદના પશ્ચિમ ઝોનના પ્રમુખ દિનેશભાઇ રાયમલજી બારોટ ગૌમાતાઓમાં અપાર અને અખુટ શ્રદ્ધા ધરાવે છે. ગૌમાતાની ભક્તિમાં ઓતપ્રોત રહેતા દિનેશભાઇ બારોટે છેલ્લા કેટલાક સમયથી થરાદની વિંડીમાં આવેલી શ્રીડાંગેશ્વર ગૌશાળાને પણ દત્તક લીધી છે. અને કોરોનાના કપરાકાળમાં કોઇની પણ પાસે દાનની અપેક્ષા રાખ્યા વગર એકલા હાથે તમામ ખર્ચ કરીને તેમનો જીવનનિર્વાહ કરીને પુણ્યના ભાથાની સાથે ગૌસેવાનું પ્રેરણાદાયી કર્મ પણ કરી રહ્યા છે. તેમણે અંબાજી માતાના ધામમાં આધશક્તિ અંબેમાંનાં મુળ હૃદય સ્થાન ગબ્બર પર માતાજીની અખંડ જ્યોતિમાં ૫૧ લીટર ઘી અર્પણ કર્યું હતુ. આ અંગે દિનેશભાઇ બારોટે જણાવ્યું હતુ કે ભક્તો માટે એક ભક્તિ ભાવની જ્યોત છે. ત્યાં ભક્તો શ્રદ્ધા સાથે ઘી ચડાવીને ધન્યતા અનુભવતા હોય છે.
પણ અમુક ભક્તો શુદ્ધ ભાવથી પણ વિધિની જાણકારીનાં અભાવે ભુલવશ અશુદ્ધ ઘી અથવા ભેંસ કે જર્સીનાં ઘી વાળું ડેરીનું શુદ્ધ પરંતુ શાસ્ત્રોક્ત દૃષ્ટીએ અપવિત્ર ઘી પણ માને અર્પણ કરતા હોય છે. સંસ્કૃતમાં ભેંસને મહિષ કહે છે. જ્યારે માતાજીતો મહિષાસુર મર્દની છે. તો એવી ભેંસ અને જર્સી નામના વર્ણશંકર પશુનું ઘી માતાજીની અખંડ જ્યોતમાં ઉપયોગ થાય એના બદલે શુદ્ધ દેશી કાંકરેજી ગૌમાતાનું ઘી વાપરવામાં આવે એ માટે થરાદના પરમ ગૌભકત દિનેશભાઈ રાયમલજી બારોટ દ્વારા ૫૧ લીટર દેશી કાંકરેજી ગૌમાતાનું ઘી માતાજીની જ્યોત માટે અર્પણ કરાયું હતું. જ્યારે અંબાજીમંદીર ટ્રસ્ટને પણ માતાજીની જ્યોતમાં આવું શુદ્ધ ઘી વાપરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.