વડોદરા જિલ્લાના કરજણ P. H. C. સેન્ટર ખાતે કોરોના વોરિયર્સ નું કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કરજણ તેમજ વડોદરા કોંગ્રેસ સમિતિના S. C. વિભાગના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.કરજણ કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા વૈશ્વિક મહામારી મા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તબીબોને પુષ્પહાર થી જેવા કે ડૉક્ટર, નર્સ, પટાવાળા, સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમાં ઉપસ્થિત કોંગ્રેસ સમિતિ કરજણ તાલુકા પ્રમુખશ્રી પીન્ટુભાઇ પટેલ,કોંગ્રેસ સમિતિ ના S. C. વિભાગ ના વડોદરા જિલ્લા પ્રમુખશ્રી સુરેશભાઈ રોહિત, તેમજ કોંગ્રેસ મહિલા સમિતિના જિલ્લા પ્રમુખ શ્રીમતી લતાબેન સોની અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહી કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો ને પુષ્પહાર પહેરાવીને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા કરજણ સામુહિક હોસ્પિટલ મા સુવાવડ વાળી બહેનોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું…
