અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે જે અનુસંધાને જામનગર કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે ૪૦ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ની અટકાયત કરી છે.જામનગર રેલવેની જમીન કોર્પોરેશનમાં આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેરએ રાજુલામાં રેલવેની જમીન મામલે ઉપવાસ પણ કર્યા હતા. અને સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓને રેલવેની જમીન કોર્પોરેશનમાં આપવામાં આવે તેવી માંગ અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેર કરી છે
અનુસંધાને જામનગર કોંગ્રેસના શહેર પ્રમુખ જાડેજાની આગેવાનીમાં ચાલીસ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે જામનગર પોલીસે અને રેલવે પોલીસે ૪૦ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે