૨૩મી જુને સમગ્ર ભારતભરમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે . હિંદુ મહાસભાના અધ્યક્ષ ડો શ્યામાપ્રસાદ મુખરજીએ “એક દેશ મેં દો-નિશાન,દો-વિધાન,દો-પ્રધાન નહિ ચલેંગે” ના નારા થકી દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. ત્યારે ડો.શયામા પ્રસાદ મુખર્જીએ ૨૩મી જુને પોતાનું બલિદાન આપ્યું હતું.
જેને લઇને આજરોજ 23મી જૂને મહેસાણા જીલ્લાના વિસનગર શહેરના ધારાસભ્ય કાર્યાલય ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને યાદ કરીને તેમની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિસનગર શહેર અને તાલુકા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.અને ડો શ્યામા પ્રસાદ મુખર્જીની બલિદાન ની ભાવનાને યાદ કરવામાં આવી હતી.