વડોદરા ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ શરૂ થઈ ગયો છે ચાલુ વર્ષે વરસાદ શારો હોવાની આશાએ હવે ધરતી પુત્રો એ પણ ખેત ખેડવાનો પ્રારંભ કર્યો છે ડભોઇ પંથકમાં હજારો એકર જમીનમાં ડાંગર,જુવાર, ઘઉં, સહિતના પાકોની વાવણીનો પ્રારંભ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ મોઘવારીના જમાનામાં જ્યારે ડીઝલ પેટ્રોલ મોઘા થયા હોય ખેડૂતોને જૂની અને દેશી પધ્ધતીથી બળદ અને હળના સહારે ખેતી કરવા મજબૂર બન્યા છે ટેકનોલોજી વધી છે
પણ તેનો ઉપયોગ કેવીરીતે કરવો મોઘા પેટ્રોલ અને ડીઝલને પગલે ટ્રેક્ટર થી ખેતર ખેડવા જાય તો ખેડૂતો ને ઉત્પાદન મોઘું પડે જ્યારે ઉત્પાદન ના ભાવ પણ જોઈ એ તેવા મળે નહી જેથી ખેડૂત હમેશ પોતાની મહેનત પર નિર્ભર છે તેવું જણાવતા ડભોઇ તાલુકા ના ખેડૂતો એ બળદ અને હળ ના સહારે ખેતી નો પ્રારંભ કરી દીધો છે ચાલુ સાલ વરસાદ સારો રહે તો ઉત્પાદન શારું આવશે ની ખેડૂતો ને આશ છે ત્યારે કેટલાક ખેડૂતો દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ માં ઘટાડો થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.
