વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર ડી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે વેજલપુર ગામે રહેતા મજીત ખુંધા ઉર્ફે હસન ખોખી અને અતાઉલ્લા ઇલ્યાસ બંને ભેગા મળીને કતલ કરવાના ઇરાદે કોઈક સ્થળેથી ગૌવંશ લાવીને વેજલપુર ઘુસર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી નજીક તળાવની પાળ પાસે આવેલા ઝાડી ઝાંખરામાં અત્યંત ક્રૂરતાપૂર્વક ઘાસ કે પાણીની સગવડ કર્યા વગર સંતાડી રાખેલા છે જે બાતમી આધારે પોલીસે છાપો મારતા બાતમી વાળા સ્થળેથી પોલીસને બે ગાય અને એક વાછરડું અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા અને અન્ય કોઈ ઈસમો જોવા મળ્યા ન હતા .
પોલીસે વધુ તપાસ કરી આ વિસ્તારમાં સર્ચ કરતા એક ઈસમ એક ગાય અને વાછરડું દોરી જતો જોવા મળતા પોલીસે તેને અટકાવી તેનુ નામ સરનામું પૂછતા નોમન અબ્દુલ સતાર જણાવ્યું હતું આમ પોલીસે આ વિસ્તારમાંથી ત્રણ ગાય અને બે વાછરડા બે મળીને પાંચ ગૌવંશ બચાવી લઇ રૂ.૭૦ હજારની કિંમતના ગૌવંશનુ પંચનામું કરી ગોધરા જીવદયા પાંજરાપોળ ટ્રસ્ટ ને જાણ કરતા પાંજરાપોળ ખાતે મોકલી આપી અને ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગૌવંશ લાવનાર બન્ને ઈસમો ને ઝડપી પાડવાની કવાયતો તેજ કરી છે.
