હાલમાં સરકાર દ્વારા કરાઈ રહેલ વેક્સિન કાર્યક્રમને વેગ આપવા માટે આરોગ્ય વિભાગ અને અંબાજી ભાજપ મંડળ દ્વારા અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં વેક્સિન સેન્ટરનો પ્રારંભ કરાયોકેન્દ્ર સરકાર દ્વારા દરેકને મફત વેક્સિન આપવાનું જાહેર કરાયું છે ત્યારે ગુજરાત સરકાર પણ દરેકે દરેક વ્યક્તિને વેક્સિન મળી રહે તેવા સતત પ્રયાસો કરી રહી છે અને દરેક લોકો સુધી વેક્સિન પહોંચે તે માટે નવા વેક્સિન સેન્ટર ચાલુ કરી રહી છે
તેના ભાગ રૂપે આજે આ વેક્સિન સેન્ટર શરૂ કરાયું છે.આ સેન્ટર નો હેતુ કોઈપણ નાગરિક વેક્સિન થી વંચિત ન રહી જાય એ જ છે આ કાર્યક્રમ માં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન તેમજ અંબાજી ભાજપના મહામંત્રી વિજય દેસાઈ ,લલિત લુહાર અને વેક્સિન ઇન્ચાર્જ દેવેન્દ્ર વ્યાસ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.