વડોદરા શહેરમાં નિઝામપુરા અતિથિ ગૃહ પાસે જે ભુખી કાંસ આવેલી છે તે ભુખી કાસમા મુંગા પશુઓ પડવાની ધટના અનેક વખત બનવા પામી છે પરંતુ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી સ્થાનિક લોકોની વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ હાલ જે કોર્પોરેશન દ્વારા કેટલાક સમયથી કાંસની આજુબાજુમાં જે સેફ્ટી માટે લોખંડની જાળી લગાવવા માટે મુહ્રત જોવાનું બાકી હોય તેમ લાગી રહ્યું છે એક બાજુ પ્રિમોન્સુન કામગીરી કરવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે
બીજી બાજુ કાંસમા કચરો ન જાય તેના માટે પણ આ જારી ઉપયોગ સાબીત થઈ શકે પરંતુ આળશુ કોર્પોરેશન કોઈક વ્યક્તિ અથવા મુંગા પશુઓ પડવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આજ રોજ પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું કે આ કાંસમા કોઈપણ બાળક,વૃધ્ધ અથવા પશુ પડવાથી મુત્યુ થશે તો જવાબદાર કોણ.? આવનાર દિવસોમાં ચોમાસામાં આ કાંસ છલોછલ થાય છે જો કોઈ ઘટના બનશે તો કોર્પોરેશન જવાબદારી લેશે.? વડોદરા શહેરના મેયર શ્રી,કમિશનર શ્રી,ચેરમેન શ્રી પાસે આશા રાખીએ છીએ કે આ કાંસની આજુબાજુમાં તાત્કાલિક જારી લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
