દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે ત્યારે ચોર લુટારાની કેટલીક ગેંગ દાહોદ જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોરી, લૂટ ધાડ જેવા ગુનાઓ કરી દાહોદની સરહદમાંથી અંતરિયાળ રસ્તા મારફતે મધ્યપ્રદેશ તરફ પલાયન થઈ જતાં હોય છે. ત્યારે દાહોદમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે જેમાં ત્યારે દાહોદ એસઓજી પોલીસે ચોરીની બાઈક સાથે બે બાઈકચોરોને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ દાહોદ એસઓજી પોલીસે ચોરીની બે મોપેડ સાથે બે કિશોર વયના આરોપીઓ ને ઝડપી પાડ્યા છે
દાહોદ એસઓજી પોલીસ બાઈકચોરને ઝડપી લેવા પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારે એસ ઓ જી પોલીસે બાતમીના આધારે દાહોદ શહેરની આઈટીઆઈ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ચોરીની મોપેડ સાથે આ બે બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા અને ચોરીની મોપેડ પણ પોલીસે કબ્જે કરી હતી. જયારે પોલીસે આ બાળ કિશોર આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.