વડોદરાના સયાજીબાગ ખાતે ચાલી રહેલી રી ડેવલપોમેન્ટની કામગીરીને લઈ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.વડોદરા શહેરને સર સયાજીરાવ ગાયકવાડની દેન સયાજીબાગ જેના નવીનીકરણની કામગીરી પાલિકા દ્વારા હાથધરવામાં આવી છે.જે કામગીરીની પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.સયાજીબાગમાં મનોરંજન,મ્યુઝિયમ કે પ્લેનેટોરિયમની વાત હોય જે બધા જ વિષયોને આવરી લઈ સ્થાયી ચેરમેને મુલાકાત લીધી હતી.
બાગ એકમાત્ર મનોરંજનનું સાધન ન રહે અને તેની સાથે સાથે લોકોને સાયન્ટિફિક નોલેજ મળી રહે અને વિજ્ઞાન સાથે જોડીને તે વિષય ઉપર અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર વિવિધ પ્રકારની જે પ્રજાતિઓ છે. એવી 63 પ્રકારની પ્રજાતિઓ સાથે નવીનીકરણ થઈ રહ્યું છે.1100 જેટલા પશુપક્ષી અને અન્ય પ્રજાતિઓની ત્યાં દેન છે.તેઓની સારસંભાળ લેવામાં આવે છે.જ્યારે અમુક પ્રજાતિ છે તેને આજવા ગાર્ડન ખાતે પણ શિફ્ટ કરવામાં આવ્યા છે. અલગ-અલગ સમયાંતરે ભારત લેવલના જે પણ કંઈ બાગ-બગીચાઓનો વિભાગ છે.ત્યાં તેનું પ્રત્યાર્પણ પણ થતું હોય છે.
