જુનાગઢ જીલ્લાના વંથલી સી.એચ. સી સેન્ટર ખાતે 18 થી 44 વર્ષના લોકોને રસીકરણ આપવાનું શરૂ કરવામાં આવ્યું જેમાં લોકોની સવારથી લાંબી કતારો લાગી હતી…રાજ્યના તમામ જિલ્લામાં 18 થી 44 વય જૂથ ના લોકોને રસીકરણ આપવાનું શરૂ કરવામા આવ્યું છે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 1200 કેન્દ્રો પર રસીકરણ આપવાનું શરૂ કરવામા આવ્યું છે. ગુજરાત સરકાર ના અંદાજ મુજબ રાજ્ય માં 18 થી 45ની વય જૂથ ના 3.25 કરોડ થી વધુ નાગરીકો છે.
અને રોજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તે વધારેમાં વધારે રસી લે તેવો સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી સી.એચ. સી સેન્ટર ખાતે સવારથી જ લોકો ની લાંબી કતારો જોવા મળી હતી.વંથલી સી.એચ. સી સુપ્રીટ્રેન્ડેટ સિકંદર પરમાર સાહેબ ના જણાવ્યા અનુસાર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દરરોજ 200 લોકો ને આ રસીકરણ આપવામાં આવે છે તેવું જણાવવામાં આવ્યું હતું.