હાલમાં કોરોનાની મહામારીના લીધે છેલ્લા એક વર્ષથી બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ માં દાનની રકમ આવતી બંધ થઈ ગઈ છે.. જેના લીધે જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા પશુઓને ઘાસચારો ક્યાંથી લાવી ખવડાવો તે સંચાલકો માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે.
જેથી સંચાલકોએ સરકાર દ્વારા જિલ્લા ની ગૌશાળા અને પાંજરાપોળને ઘાસચાર માટે સહાય આપવામાં આવે તે માટે મામલતદાર થી મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકાર આજદિન સુધી આ અંગે કોઈ સહાય જાહેર કરી નથી ત્યારે ડીસાના નાના બાળકોએ પોતાના ગલ્લા માં એકત્ર કરેલા પૈસા આજે આ બાળકોએ પોતાના ગલ્લા તોડી તેમાં થી નીકળેલા પૈસા ડીસા ની કાંટ પાંજરાપોળ માં ગાયો ના ઘાસચારો માટે દાન માં આપી આ બાળકોએ સરકાર પણ સહાય જાહેર કરે તેવી માંગ કરી હતી