દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર આનંદ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઇ છે.જામનગર શહેરમાં નવાગામ ઘેડ મુકામે રહેતા અને જી.જી.હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા સવિતાબેન બીપીન ને તાઃ-૨૬,૦૫.૨૦૨૧ના આ કામને આરોપી પોલીસ કર્મચારી અને નાથાભાઈ નામના સેક્યુરીટી ગાર્ડ અને કૌશિક નામનો માણસ તે જી.જી.હોસ્પિટલ માં કોરોના વોર્ડ માં નોકરી કરે છે
.તથા બે સેક્યુરીટી સ્ટાફના કર્મચારીઓ એક સંપ રચી સવિતાબેન બીપીનને માર મારતા માથામાં ઇજા થતા લોહી લુહાણ થયેલ ચહેરા પર લોહીના રેગાડા ઉતારેલ કપડા પર પણ ઉતારેલા તેમજ કાજલબેન સાગરભાઈને પણ આરોપીઓ માર માર્યો હતો…. ઘાયલ સફાઈકર્મી મહિલાઓ છેલ્લા 5દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને વાલ્મિકી સમાજના લોકો લાલબગલા સર્કલ પર ધરણા કરી રહ્યા છે ત્યારે આજે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે