ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના ની બીજી લહેર ઘાતક બની હતી જેમાં બનાસકાંઠા જિલ્લા ના દરેક ગરીબ દર્દીઓ ને ઇમરજન્સી બ્લડ મળી રહે તે માટે સમગ્ર જિલ્લા માં બનાસકાંઠા કોવિડ યુવા સંગઠન ટિમ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા કોવિડ યુવા ટિમ ખડેપગે રહી હતી જેમાં દરેક સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું
જેમાં દિયોદર પોલીસ ટિમ દ્વારા પણ બ્લડ ડોનેશન કર્યું હતું જેમાં પી એસ આઈ પણ ઉપસ્થિત રહ્યા હતા…જો કે બીજી તરફ દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પ માં કાંકરેજ ના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્તમાન સમય કોરોના વાઈરસ ની ત્રીજી લહેર ને લઈ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા માં ઓક્સિજન અને 5 હજાર બેડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં દરેક ટિમ ખડેપગે છે