જુનાગઢના માંગરોળ તાલુકાના રહિજ ગામના વતની વિક્રમસિંહ બહાદુરસિહ ચુડાસમા જયપુર ખાતે ફરજ પર હતા. ત્યારે અશ્વ સવારીની પ્રેટીશ દરમીયાન અકસ્માત થતા શહિદ થયા છે, યુવાનના મોતની ખબર તેમના વતન પડતા સમગ્ર વિસ્તારમા ગમગીની વ્યાપી ગયો છે, શહિદ યુવાનનુ પાર્થીવદેહ તેમના વતન લાવવામા આવી રહિયુ છે, જ્યારે પાર્થિવદેહ માંગરોળ પોહસ્તાજ લોકો વીર જવાનની પષ્પાંજલી આપવા આવી હતી.
જયારે તેમના વતન રહીજ ખાતે પાર્થિવદેહ આવતા માંગરોળ ધારાસભ્ય દેવા ભાઈ માલમ મામલતદાર માંગરોળ Dysp જે.ડી.પુરોહીત સાહેબ પૂર્વ ધારાસભ્ય ભાગવાનજીભાઈ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા રામ ભાઈ કરમટા દ્વારા પુષ્પહાર દ્વારા અંજલિ આપવામાં આવી છે શહીદ જવાનની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારે હૈયે દેશના સપૂતને અંતિમ વિદાય આપી હતી. શહીદ જવાનના પરિવારમાં માતાપિતા, ભાઈ, પત્ની, અને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.