તૌકતે વાવાઝોડું ઝડપભેર ગુજરાત ના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. તેની અસરો શરૂ થઈ ગઈ છે. અંબાજી પંથકના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો હતો અને છુટા છવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા સંભવિત વાવાઝોડા ને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અંબાજી પંથકમાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે દિવસમાં રાત્રી જેવો માહોલ જોવા મળ્યો છે જેમાં આકાશમાં વાદળો ઘેરાતાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે..
અંબાજી, દાંતા પંથકમાં હાલ તેજ પવન સાથે ધુઆધાર કમોસમી વરસાદ ચાલુ છે ત્યારે આકાશમાં કાળાં ડિબાંગ વાદળ જોવા મળ્યા અને તેજ વરસાદ સાથે આકાશ વીજ ગાજ ગુંજી ઉઠયું છે અને ઠંડો પવન ફૂંકાયો ભારે પવન થી ઠંઠક પ્રસરી છે તો બીજી બાજુ ઉનાળુ પાકને નુકશાન થવાની શક્યતાઓને પગલે પગલે જગતનો તાત ચિંતિત જોવા મળ્યો છે…જેમાં વાવાઝોડાના પગલે ખેડુતોના ઉભા પાકમાં નુકશાન થવાની ભીતી સર્જાઈ રહી છે…