મહેસણા જીલ્લામાં ઊંઝા ઉમિયા માતાજી નગરયાત્રા મોફુક રાખવામાં આવી છે જે આગામી 26 મે ના રોજ નગરયાત્રા નીકળવાની હતી. ત્યારે કોરોના મહામારીના કારણે આ નગરયાત્રા મોફુક રાખવામાં આવી છે..
શ્રી ઉમિયા માતાજીની ઊંજા નગરમાં નીકળતી ગુજરાતની બીજા નંબરની નગરયાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ ભાગ લઈ માં ઉમીયાની કૃપા અને આશીર્વાદ મેળવે છે ત્યારે દર વર્ષે પરંપરાગત રીતે માં ઉમિયા ભક્તોને દિવ્ય દર્શનનો લાભ નગરચર્ચા આપે છે…
તેવામાં આ વર્ષે વૈશાખ સુદ ૧૫ તા-૨૬-૦૫-૨૦૨૧ને બુધવારના રોજ નગરયાત્રા નીકળનાર હતી. પરંતુ વૈશ્વિક કોરોના વાયરસના કારણે આ નગરયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષ હજારો લોકો આ નગરયાત્રામાં દૂર દૂર થી ભક્તો જોડાતાં હોય છે ત્યારે કોરોનાનું સકમણ વધે નહિ તે માટે નગરયાત્રા મોફુક રાખવાનો નિર્ણય લેવાયો છે