બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તેવામાં જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. છતાં પણ દર્દીઓ આવતા હોવાથી સુરક્ષા પહેરો ગોઠવી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હોસ્પિટલમાં જગ્યા થયા પછી દર્દીઓને બોલાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વધતા કોરોના સંક્રમણના કારણે કોરોના દર્દીઓમાં સતત વધારો થતાં હોસ્પિટલ આગળ હવે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો વારો આવ્યો છે. આ સ્પિટલમાં 126ની જગ્યાએ 190 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાની મુખ્ય બનાસ કોવિડ હોસ્પિટલમાં 126 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.