રાજ્યમાં જેમ જેમ કોરોના વકરી રહ્યો છે તેમ તેમ સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. અને હાલ રાજ્યું આરોગ્ય તંત્ર કોરોના સામે ઘુંટણિયે પડી રહ્યું છે. એકબાજુ લોકોને હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી. અને જે લોકો હોસ્પિટલમાં દાખલ છે તેઓને ઓક્સિજન મળી રહ્યો નથી. આમ બંને બાજુ મોતની લટકતી તલવાર છે. તેવામાં બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાંબનાસકાંઠા જિલ્લાની બે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાત કોવિડના દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત થયાની વિગતો સામે આવતા ખળભળાટ મચ્યો છે.
જેમાં ઓક્સિજનની અછત સર્જાતા ડીસાની હેત આઇસીયુ એક જ હોસ્પિટલમાં 5ના મોત થયા છે. હેત ICUમાં છેલ્લા ચાર દિવસતી કોવિડના આ દર્દીઓે સારવાર આપવામા આવી રહી હતી.દર્દીઓની હાલત ગંભીર હોવાના કારણે તેઓને સતત ઓક્સિજનની જરુરિયાત રહેતી હતી. પરંતુ અચાનક હોસ્પિટલમાં ઓક્સિજનનું લેવલ ઘટી જતા દર્દીઓના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. આ સિવાય રાધાકૃષ્ણ હોસ્પિટલમાં પણ ઓક્સિઝનના અભાવે બે દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.