બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોજિટિવ કેસ વધવા લાગ્યા છે. ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે ગામોમાં સ્વયંભૂ બંધ પણ પાળવામાં આવી રહ્યું છે. ત્યારે બનાકાંઠા જીલ્લાના ધાનેરામાં શહેરમાં વધતા જતા કોરાના સંક્રમણને અંકુશમાં લેવા માટે નગરપાલિકા અને વેપારી એસોસિયેશને છ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે ધાનેરામાં સવારથી વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળી બજારો સ્વંયભુ બંધ રાખ્યા હતા.
જેમાં સવારથી જ વેપારીઓ સ્વયંભુ બંધ પાળી કોરોનની ચેન તોડવાનો સફળ પ્રયાસ કર્યો હતો. જેમાં કોવિડ ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વયંભૂ લોકડાઉન રાખવાના નિર્ણય કરી ધાનેરામાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળી કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો.