સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એવામાં રાજ્યમાં કોરોના મહામારીને કારણે સ્થિતિ એટલી બધી વકરી છે કે ઠેર-ઠેર લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન આપવા લાગ્યાં છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના અંબાજીમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અંબાજીમાં આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે
જેમાં 250 જેટલા કરાયેલા ટેસ્ટમાં ૪૦થી વધુ લોકોના કોરોના પોઝિટિવ હતા. જેમાં RT PCR નો અને રેપિડ એન્ટિજન કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે . જણાવી દઈએ કે અંબાજીમાં રોજે રોજ 10 થી 15 કેસોના ના પોઝેટીવ આવી રહ્યા છે. તેવામાં કોરોનાનું સંક્રમણ ટાળવાના પ્રયાસ હાથ ધરાયા છે. તો બીજી બાજુ અંબાજીમાં પંચાયતની દુકાનમાં પણ ટેસ્ટ શરૂ કરાયા છે. ત્યારે હવે સંક્રમણને રોકવા લોકો સ્વયં જાગૃત બને તે અત્યંત જરૂરી બન્યું છે