ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી કૉલેજોમાં ઑફલાઇન શૈક્ષણિકકાર્ય આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કેશોદમાં ખાનગી ટ્યુશન ક્લાસિસની મનમાની સામે આવી છે. ખાનગી ટ્યુશન કલાસિસ દ્વારા સરકારના આદેશની અવગણના કરવામાં આવી હતી. કલાસિસ બંધ કરવાનો આદેશ હોવા છતાં કલાસિસ શરૂ રખાયા હતા.
કેશોદમાં આવેલા ૐ સાર્થક ક્લાસિસમાં કલાસિસ ચાલુ હતા ત્યારે પોલીસે ટ્યુશન કલાસીસ બંધ કરાવ્યા હતા. મળતી માહિતી મુજબ જુનાગઢ જીલ્લાના કેશોદમાં કોરોના કાળમાં ૐ સાર્થક ક્લાસિસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ પડી ટ્યુશન ક્લાસ કરાવ્યા બંધ કરાવ્યા હતા. મહત્વનું છે કોરોના કાળમાં ખાનગી ટ્યૂશન ક્લાસ ધમધમી રહ્યા છે ત્યારે ટ્યુશન ક્લાસના સંચાલકોને કોરોનાનો ડર નથી તેવું સ્પસ્ટ દેખાઈ રહ્યું છે.