કોવિડ-૧૯ કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તેમજ ડીસા શહેરમાં સંક્રમણ રોકવા માટે કલેકટરના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર આનંદ પટેલે કોરોના સંક્રમણ રોકવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં પાલનપુર શહેરના ૧૧ વોર્ડ માટે ૧૧ કોવિડ વોર્ડ ટીમ તૈયાર કરવામા આવશે. તે જ રીતે ડીસા શહેરમાં પણ દરેક વૉર્ડ વાઈઝ કોવિડ ટીમ તૈયાર કરવામાં આવશે.
આ અંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર અને ડીસા શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે પાલનપુર શહેરના ૧૧ વોર્ડ માટે ૧૧ કોવિડ વોર્ડ ટીમ તેમજ ડીસા શહેરમાં વૉર્ડ વાઈજ કોવિડ વૉર્ડ ટીમ તૈયાર કરવામાં આવશે અને આ ટીમમાં એક મુખ્ય કોવિડ વોર્ડ ઇન્ચાર્જ ઓફિસર, એક ધન્વંતરી રથ, સાથે બે પોલિસ જવાનોની આ ટીમ હશે. આ ટીમાં ત્રણ અલગ અલગ વિભાગના કર્મચારીઓનો સમાવેશ કરવમાં આવ્યો છે અને તેમને અલગ કાર્ય કરવાનો રહેશે. મહત્વનું છે કે, બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસી. કલેકટરશ્રી પ્રશાંત જીલોવા, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, તેમજ ડો જીગ્નેશ હરીયાણી સહિત અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.