સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી મોટી સમસ્યા હોય તો તે ટ્રાફિકની સમસ્યા છે ત્યારે ડીસા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી ત્યારે ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા અડચણરૂપ તમામ વાહનોને જપ્ત કરી દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલમાં બનાસકાંઠા જિલ્લામાં લોકોની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ખાસ કરીને ડીસાની બજારોમાં વાહનચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે કલાકો સુધી અન્ય વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હોય છે. ત્યારે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા શહેરમાં ટ્રાફિક હળવો થાય તે માટે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા ગેરકાયદેસર વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. જેને ધ્યાનમાં રાખી ડીસાની બજારોમાં રોડ પર આડેધડ પાર્કિંગ કરેલા તમામ વાહનોને જપ્ત કરી દંડનાત્મક કાર્યવાહી કરાઈ હતી