દિયોદર સ્વામી નારાયણ મંદિર પાસે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં દિયોદર ગ્રામ પંચાયતના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયા વિભાગ દ્વારા આયુસ્માન ભારત અંતગર્ત ગરીબ મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત મુજબ સુવિધા મળી રહે તે માટે દિયોદર નગરમાં પ્રથમ વખત ‘હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર શરુ કરવામાં આવું છે. જેમાં આજે દિયોદર રાજવી ગીરીરાજસિહ વાઘેલા તેમજ દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને રીબીન કાપી આ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
જેમાં સગર્ભા માતાની તેમજ પ્રસુતિની સારસંભાળ, નવજાત શિશુ અને દરેક નાના બાળકની સારસંભાળ, કુટુંબ કલ્યાણની સેવાઓ, સામાન્ય રોગચાળા દરમ્યાન આપવામાં આવતી સેવાઓ, ડાયાબીટીસ હાયપર ટેન્શન, કેન્સર જેવા રોગોનું નિદાન તથા દરેક રોગોની સારવાર, માનસિક આરોગ્ય તેમજ વધુ વય ધરાવનાર વ્યક્તિઓની સારવાર ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.