જુનાગઢમાં આવેકા કેશોદમાં બે દિવસીય લોકડાઉન જાહેર થતાં બજારોમાં જનમેદની ઉમટી પડી હતી. મળતી વિગત અનુસાર બે દિવસ બજારો બંધ રહેવાના કારણે લોકો ખરીદી માટે ઉમટયા હતા, મોટી સંખ્યામાં લોકો કેશોદની બજારમાં જોવા મળ્યા હતા. ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સોશિયલ ડીસ્ટ્નટના પાલન કરવાનું લોકો ભાન ભૂલ્યા હતા.
તેમજ કેશોદમાં વેપારી મંડળ અને સામાજીક સંસ્થાઓ દ્વારા નિર્ણય લેવાયો હતો. ત્યારે કેશોદમાં શનિ અને રવિવારના સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. કેશોદ પંથકમાં સતત વધી રહેલ કોરોના કેસોને લઇ નિર્ણય લેવાયો હતો. જો કેશોદમાં શનિ રવિ કોઈ દુકાન ખુલ્લી રાખવામાં આવશે તો તેમની પાસેથી પાંચસો રૂપિયા દંડ લેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે સોમવારના રોજ રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલુ રહેશે.