જૂનાગઢના શીલ જીઆઈડીસી વિસ્તારમાં થોડા સમય પહેલા કોપરના વાયરની ચોરી થઈ હતી. ગોડાઉનમાંથી આશરે 3.50 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ મામલે શીલ પોલીસે કાર્યવાહી હાથ ધરતા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પીએસઆઈ ઉંજીયા સહિતના સ્ટાફે ગોડાઉનમાં થયેલ ચોરીના ભેદને ઉકેલતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલા જી આઈ ડી સી વિસ્તારમાં ગોડાઉનમાં રાખેલ કોપર વાયર કિંમત રૂ. 3 લાખ 57 હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી.
જેની શીલ પીએસઆઈ ઉંજીયા અને એએસઆઈ યુ એમ વેગડાએ તપાસ દરમિયાન ત્યાં કામ કરતા લોકો પર શંકા જતા પિન્ટુ ઉર્ફ ચીનો રાજુ સોલંકી, નવાજ દીવાન વાઘેલાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેમણે ગુનો કબુલયો હતો. પૂછપરછમાં પોલીસે તેમના સહઆરોપીઓ હરેશ ઉર્ફ હિરેન દેવરાજ, કરણ ઉર્ફ કારીયો દિનેશ રાયકા, દિલાવર ઉર્ફ દિલો સાટી, અશરફ જમાલ વાઘેલા, સમીર ઉર્ફ બોખો રાઠોડ, હારુન ઇબ્રાહિમ ચાવડા, વસીમ હસન સાટી, હાજીભાઈ ચૌહાણને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.