બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનુ સુપ્રસિદ્ધ કટાવ ધામ એટલે ખાખીજી મહારાજની તપોભુમિ કહેવામાં આવે છે. જેમાં આ કટાવ ધામ ખાતે પરમ પુજ્ય મહંતશ્રી જયરામદાસ મહારાજ દ્વારા દરરોજ બપોરે આવા ધોમધખતા તાપમાં એક કલાક સુધી અગ્નિધુણા તપસ્યા કરવામાં આવી રહી છે જેમાં આજુબાજુ ગાયના ગોબર ના છાણામાં અગ્નિ પ્રગટાવીને તપસ્યા કરવા માં આવી રહી છે જેમાં જયરામદાસ બાપુ ના જણાવ્યા અનુસાર કે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં આ અગ્નિધુણા તપસ્યા લોકોહીત માટે કરવામાં આવે છે
લોકો દુર દુરથી દર્શન કરવા માટે પણ આવે છે જેમાં આ કટાવ ધામ મંદિર માં અખંડ રામધુન પણ બોલવા માં આવે છે જેમાં દર પુનમના દિવસે મેળા જેવો માહોલ જોવા મળે છે. જણાવી દઈએ કે પરમ પુજ્ય મહંતશ્રી જયરામદાસ મહારાજ દ્વારા સમગ્ર દેશ અને વિશ્વના કલ્યાણ તેમજ સેવકોના કષ્ટો નિવારવાના હેતુથી આ કઠોર તપશ્ચર્યા શરૂ કરવામા આવી છે.