જૂનાગઢના ભેસાણના માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે નટુભાઇ પોકિયાની સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા હતા. મળતી વિગત અનુસાર ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં નટુભાઇ પોકીયાને ચેરમેન પદને સાડા છ વર્ષ થવા જાય છે. ત્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના ચેરમેન પદ જાળવવામાં ફરી કામિયાબ થયા હતા. નટુભાઈની આ ત્રીજી ટર્મમાં ચેરમેન તરીકે વિજેતા થતા તાલુકા ભરના લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
મળતી વિગત અનુસાર ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પ્રક્રિયામાં ભેસાણ તાલુકાના 42 ગામના ખેડૂતો માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોને મત આપી ચૂંટતા હોય છે અને ભેસાણ ખેતીવાડી ઉતપ્પન બજાર સમિતિમાં કુલ 17 ડિરેક્ટરોમાંથી 14 ચૂંટાયેલા ડિરેક્ટરો અને 3 નોમીનેટર ડિટેક્ટ્રો એમ કુલ મળી 17 ડિરેક્ટરો મળીને ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજીને જૂનાગઢ જિલ્લા રજીસ્ટાર અધિકારી અભિષેક સુવા સાહેબ દ્વારા નટુભાઇ પોકિયાની યાર્ડના ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા વિજેતા જાહેર કર્યા હતા.