હાલ જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા માટે માસ્ક ફરજિયાત પહેરવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ ખૂબ જ જરુરી છે. માસ્ક ન પહેરનાર વ્યક્તિને તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવતો હોય છે ત્યારે ખૂદ વહિવટી તંત્રના જ નગરસેવકો માસ્ક અને કોવિડના નિયમો નેવે મૂકતા જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ મનપાની સામાન્ય સભામાં કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.
ટાઉન હોલ ખાતે મળેલ મનપાની સામાન્ય સભામાં મોટાભાગના નગરસેવકો માસ્ક વગર કેમેરામાં કેદ થયા હતા. જેના પગલે કોવિડ 19ની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે હવે સવાલ એ પણ છે કે જ્યાં એકબાજુ સામાન્ય જનતા માસ્ક વિના નજરે પડે તો તેની પાસે દંડ વસુલવામાં આવે છે ત્યારે મનપાની સામાન્ય સભામાં અધિકારીઓ જ બેદરકારીપૂર્વક માસ્ક વગર જોવા મળતા તેમની સામે દંડનાત્મક પગલા લેવાશે કે નહીં તે એક મોટો સવાલ છે